મોરબી-ટંકારામાં ગાયમાતાનું પૂજન કરીને બોળ ચોથની આસ્થાપૂર્ણ ઉજવણી

આજે શ્રાવણ વદ ૪ ને બોળ ચોથ નિમિતે ગાય પૂજનનો મહિમા હોય છે જેથી બહેનો દ્વારા પોતાના વિસ્તારમા ગાયની પૂજા કરવામાં છે.આજે મોરબી પંથકમાં બહેનો દ્વારા ગાયની પૂજા કરવામાં આવી હતી.

મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે એ શાસ્ત્રોક્ત મહિમા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાય મા રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે હિન્દુ સત્ય સનાતન ઋષિ પરંપરા મા ગાય ને માં નું બિરૂદ આપવામાં આવ્યું છે. ગાવો વિશ્વશ્ય માતર:વેદ,પુરાણ,શાસ્ત્રો,ઉપનિશદો , ધર્મ ગ્રંથોમાં ગાય નું મહત્વ દર્શાવ્યું છે. વૈજ્ઞાનીક દ્રષ્ટિ એ પણ ઘનું મહત્વ છે.

ગાય ના દૂધ નો,ઘી નો ,માખણ નો આગ્રહ રાખીશું ,તો ગાયો કપાતી બચશે અને ગાયો નું મહત્વ વધશે.ગાયો નો આધારે તો મનુષ્ય નું જીવન ચાલે છે .ગાય ના દૂધ થી માનવ ની મતી તેજ બને છે. તંદુરસ્તી સારી રહે છે.સામાકાંઠે આવેલા મહાવીર નગર ના ચોક મા નીલકંઠ , મહાવીર, પાવન પાર્ક,ઋષભનગર,શ્રીમદ્દ રાજ,મધુવન સોસાયટી સહિતના વિસ્તારોમાં શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા ગાય પૂજન કરવામાં આવ્યું હતું.

જયારેતે ઉપરાંત ટંકારા તાલુકામાંપણ બોળ ચોથની ઉજવણી આસ્થાપૂર્વક કરવામાંઆવી હતી જેમાં પરંપરાગત રીતે ગાય માતાનું પૂજન કરીને બહેનોએ વ્રત રાખીને આજના પર્વને ઉજવાયો હતો ટંકારાનાં હડમતીયા તેમજ લજાઈ સહિતના ગામોમાં ઉજવણી કરાઈ હતી

Comments
Loading...
WhatsApp chat