મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફિસમાં ટોળાએ તોડફોડ કરી

ગાળો બોલવાની ના કહેતા માથાકૂટ

મોરબીના સાવસર પ્લોટમાં આવેલી ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફિસમાં આજે બપોરના સમયે બઘડાટી બોલી હતી. પાર્સલ લેવા માટે આવેલા બે શખ્શો પૈકીનો એક ગાળો બોલતો હોય જેને ક્રિષ્ના ટ્રાવેલ્સ ઓફીસના કર્મચારીએ ગાળો નહિ બોલવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાઈ જઈને તેને ઉગ્ર બોલાચાલી કરી હતી અને બાદમાં અન્ય સાગરીતોને બોલાવી લાવ્યો હતો જેને તલવાર સાથે ઘસી આવીને ઓફીસના કાચમાં તોડફોડ કરી હતી તેમજ ટ્રાવેલ્સ સંચાલક સહિતના બેને ને મારામારીમાં ઈજા પહોંચી હોવાનું પણ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો જોકે આરોપી નાસી ગયા હતા. ઘટનાસ્થળેથી કાચની ફૂટેલી બાટલીઓ, ઈંટ અને પથ્થર મળી આવ્યા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat