હાસ્યલેખક વિનોદ ભટ્ટના અવસાન અંગે ધારાસભ્યએ ખેદ વ્યક્ત કર્યો

       

                             ગુજરાતના પ્રથમ હરોળના હાસ્ય લેખક વિનોદભાઈ ભટ્ટના જૈફ વયે થયેલ દેહાંત અન્વયે સદગતને ભાવ વિભોર અંજલિ અર્પતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે સદગત વિનોદભાઈ જિંદગભર લોકોને નિર્દોષ હાસ્ય આપતા લેખો લખતા રહ્યા અને પ્રવર્ચનો કરતા રહ્યા તેમના નામમાં જ વિનોદ જોડાયેલો હતો એ જોતા વિનોદવૃતિ તેમણે ગળથુથીમાં મળી હતી

                            તેમની માર્મિક ટકોર અને કટાક્ષ પાછળ ક્યારેક જીવનની ફિલસુફી અને કરુણાંતિકા પણ વ્યક્ત થતી રહેતી હતી આવા એક સુપ્રસિદ્ધ હાસ્યલેખકના અવસાનથી ગુજરાતે એક નીવડેલા સાક્ષર ગુમાવ્યા છે એનો રંજ ખુબ સાલશે. તેમના દેહદાન અને વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવાની તેમની ઈચ્છાએ બતાવે છે કે તેઓએ મૃત્યુને પણ હસતા મોઢે સ્વીકારી લીધું હતું.

Comments
Loading...
WhatsApp chat