



મોરબીના રબારીવાસ વિસ્તારમાંથી ગુમ થયેલી પરિણીતા રણછોડનગર ખાતેથી મળી આવી છે અને પરિણીતાએ પ્રેમી સાથે સમજુતી કરાર કરી પ્રેમી સાથે રહેતી હોવાનું ખુલ્યું છે
મોરબીના રબારી વાસ જેલ રોડ પર રહેતા મીનાબેન રામજીભાઈ બારા (ઉ.વ.૩૭) વાળી ગત તા. ૦૭-૦૫ ના રોજ ગુમ થઇ હતી જે બનાવ મામલે પરિણીતાના પતિએ પોલીસ મથકમાં જાણ કરી હતી જે ગુમ થયેલી મીનાબેન બારાને છેલ્લા પાંચ માસથી કાનજી ભીમજીભાઈ ખટાના સાથે પાંચ મહિનાથી પ્રેમસંબંધ હોય જેથી તા. ૦૨-૦૫ ના રોજ જામનગર ખાતેથી ડીકલેરેશન સમજુતી કરાર લખાણ કરેલ હોય અને બંનેએ સાથે રહેવાનું નક્કી કરેલ હોય પરિણીતા રણછોડનગર ખાતેથી મળી આવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

