રાજસ્થાનની ગુમ થયેલી યુવતી વાંકાનેરના સરતાનપર રોડ પરથી મળી આવી

મોરબી એલસીબી ટીમે રાજસ્થાનથી ગુમ થયેલી યુવતીની તપાસમાં આવેલી રાજસ્થાન પોલીસને મદદ કરીને ગુમ થનાર યુવતીને શોધી રાજસ્થાન પોલીસને સોપી દીધી છે

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટીમે રાજસ્થાનના ભવાનીમંડી પોલીસ સ્ટેશનમાં ગુમ થનાર સીમરન રશીદભાઈ મુસલમાન રહે. પચ્છપહાડ જી.ઝાલાવાડ રાજસ્થાન મૂળ મધ્યપ્રદેશ વાળીને રાજસ્થાન પોલીસ શોધવા માટે આવી હોય જેની સાથે મોરબી એલસીબી ટીમે મદદમાં રહીને ગુમ થનારને મોરબીના સરતાનપર રોડ પરથી શોધી કાઢી આગળની કાર્યવાહી માટે ભવાનીમંડી પોલીસ સ્ટેશન રાજસ્થાનને સોપવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat