ઘરેથી ફોટો બનાવવા માટે ગયેલ ગુમ સગીર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે શોધી કાઢ્યો

વાંકાનેર પંચાસર રોડ ગાયત્રી સોસાયટીમાં રહેતો સગીર ત્રણ દિવસ પૂર્વે ઘેરથી ફોટો બનાવવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઇ જતા તેના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તુરત જ મોબાઈલ લોકેશનને આધારે સગીરને મૂળીના લિયા ગામથી શોધી કાઢી માતાપિતા સાથે મિલન કરાવ્યું હતું.

વાંકાનેરના પંચાસર રોડ ગાયત્રી સોસાયટીમાં રહેતો ભાવેશભાઇ રામજીભાઇ દંતેસરીયા ઉ.વ ૧૭ માસ ૬ વાળો ગત તા.૨૨ ના રોજ વાંકાનેર સીટીમાં પંચાસરા રોડ પર આવેલ રાજકમલ સ્ટુડિયો ખાતે ફોટો બનાવવા માટે ગયેલ હોય જે બાદમાં ઘરે પરત ન ફરતા તેના પાલક પિતા રાજેશભાઇ એ તા.૨૪/૧૧/૧૮ ના સાંજના વાંકાનેર સીટી પોલીસને જાણ કરી કરતા વાંકાનેર સીટી પોલીસે મોરબી એલસીબી મારફતે સગીર ભાવેશના મોબાઈલનું લોકેશન મેળવી ગામ લીયા તા.મુળી જિ. સુરેન્દ્રનગર ખાતે મળતા ગુમ થનાર ભાવેશને શોધી કાઢી તેના માતા કંચનબેન રાજેશભાઇ સરાવાડીયા રહે વાંકાનેર પંચાસર રોડ વીધાતા પોટરી પાસે વાંકાનેર વાળાને સોંપી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આપ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat