


મોરબીના રંગપર નજીક આવેલ લીવેન્તા સિરામિકમાં રહેતા શ્રમિક પરિવારની બીમલાબેન મુનાભાઈ (ઉ.વ.૧૫) વાળી કારખાનામાં કામ કરતી વેળાએ ચક્કર આવતા પડી જતા તેનું મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીનો પટેલ યુવાન ટાઈલ્સ ક્લીનર પી જતા સારવારમાં
મોરબીના રવાપર રોડ પરના વિદ્યુતનગર વિસ્તારનો રહેવાસી મયંક કેશુભાઈ બાવરવા
(ઉ.વ.૩૨) નામનો યુવાન કોઈ કારણોસર ટાઈલ્સ ક્લીનર પી જતા તેને સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે