રાજકોટ થી નીવેદ કરવા આવેલ આધેડને માથામાં પાઈપ ઝીક્યો

વાંકાનેર તાલુકાના પીપળીયા ગામે રાજકોટથી નીવેદ કરવા આવેલ આધેડ સાથે મારામારી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

રાજકોટના ૮૦ ફૂટ રોડ પર આવેલ આજી વસાહતમાં રહેતા જયેશ કાનજીભાઈ ઉર્ફે ભીખાભાઈ ચાવડા (ઉ.૪૪) ને હરેશ પ્રેમજીભાઈ ચાવડા, દિનેશ પ્રેમજીભાઈ ચાવડા, અવિનાશ ઉરે ભગો પ્રેમજીભાઈ ચાવડા રહે-કુંભારિયા અને મહેન્દ્ર પ્રેમજીભાઈ ચાવડાનું વડીલો પાર્જીત રહેઠાણ મકાનમાં વાંકાનેર આવેલ હોય જેનો ભાગ પાડવા બાબતે તકરાર ચાલતી હોય દરમિયાન કુળદેવીના નીવેદ કરવા માટે પીપળીયારાજ ગામ ખાતે ભેગા થયા હોઉં દરમિયના આરોપી અવિનાશ ઉર્ફે ભગો પ્રેમજીભાઈ ચાવડાએ જયેશભાઈને પાઈપ વડે માથામાં ઈજા કરી

તેમજ જપાજપી કરી સાહેદોને મૂઢ માર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ હરેશ પ્રેમજીભાઈ ચાવડા, દિનેશ પ્રેમજીભાઈ ચાવડા અને મહેન્દ્ર પ્રેમજીભાઈ ચાવડાએ મદદગારી કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat