હળવદ શહેરમાં ગંદકી અને સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન હાલ કરવા બેઠક યોજાઈ

હળવદ શહેરમાં છેલ્લા ધણા સમયથી ગંદકી અને સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે લોકોએ વારંવાર ફરિયાદ કરવા છતા પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી.જેમાં હળવદની કથળેલી સ્થિતિ સુધારવા અંગે ભાજપ અને નગરપાલિકાના સભ્યોની મીટીંગ મળી હતી.તેમાં શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,પાલિકા પ્રમુખ સહિતના સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.આ બેઠકમાં હળવદના તમામ રોડ રસ્તાના કામ ઝડપથી થશે અને સ્ટ્રીટ લાઈટના કામો પણ વહેલી તકે કામગીરી શરુ કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat