દાદુ ફાઉન્ડેશન દ્વારા મોરબી અને ટંકારામાં માસ્કનું વિતરણ કરાયું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દાદુ ફાઉન્ડેશન દ્વારા કોરોના વાયરસથી બચવા માટે મોરબી અને ટંકારામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું

        દાદુ ફાઉન્ડેશન દ્વારા ગો કોરોના મિશન ચલાવવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી નિશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબીના નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ, સ્ટેશન રોડ અને ટંકારામાં સતત કામ કરતા ટંકારા તાલુકા પંચાયત કર્મચારીઓ, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું

        આ તકે સંસ્થા ઉપપ્રમુખ કુલદીપ ચાવડાએ જણાવ્યું હતું કે બધા લોકો ઘરે રહે અને સરકારના નિયમોનું પાલન કરે જેથી કોરોના સામેની જંગ આપણે જીતું જઈશું તેમજ માસ્ક વિતરણ કાર્યક્રમમાં સહયોગ આપનાર ટેકનોસ્ટાર, માધવ ગૌશાળા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat