Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયામાં કોપર વાયરની ચોરી કરનાર શખ્શ રાજકોટથી ઝડપાયો

માળિયા પંથકમાં તાજેતરમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીનો બનાવ બન્યો હોય જે આરોપીને માળિયા પોલીસે રાજકોટથી દબોચી લઈને વધુ પૂછપરછ ચલાવી છે.

મોરબી જીલ્લા ઇન્ચાર્જ એસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે.ડી.ઝાલાની ટીમે વર્ષામેડી ગામ નજીકથી ગત તા. ૨૪ ના રાત્રીના સાયે પવનચક્કીનો ૨૫ હજારની કિમતનો કોપર વાયર ચોરી થયો હોય જે આરોપીને શોધી કાઢવા તપાસ ચલાવી હતી અને કોપર વાયરની ચોરી કરનાર આરોપી અજીત યુનુસ માજોઠી (ઊવ ૨૮) રહે. રાજકોટ આજીડેમ વાળો હોવાની બાતમીને પગલે આરોપીને રાજકોટથી દબોચી લઈને માળિયા લઇ આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat