Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા પંથકમાં બાયોડીઝલનું વેચાણ કરનાર બે ટ્રકને મામલતદાર ટીમે ઝડપ્યા

માળિયા પંથકમાં બાયોડીઝલનો કાળો કારોબાર હજુ પણ ચાલતો હોય હાઈવે પર ટ્રકમાં બાયો ડીઝલ લઈને વેચાણ કરાતું હોય ત્યારે આજે મામલતદાર અને નાયબ મામલતદાર સહિતની ટીમ દ્વારા બાયો ડીઝલ વેચાણ કરનાર બે ટ્રકને ઝડપી લઈને લાખોનો મુદામાલ કબજે લીધો છે

માળિયા પંથકમાં બાયો ડીઝલના વેચાણને રોકવા મામલતદાર ટીમ કાર્યરત હોય દરમિયાન આજે અર્જુનનગર નજીકથી બાયો ડીઝલના બેરલ ભરેલા બે ટ્રક મામલતદાર ટીમે ઝડપી લીધા હતા માળિયા મામલતદાર ડી સી પરમાર, નાયબ મામલતદાર પારસ ત્રિવેદી અને મહેશભાઈ વ્યાસ સહિતની ટીમ દ્વારા બે ટ્રક અને બે ડ્રમ જપ્ત કરવામાં આવ્યા છે અને બાયો ડીઝલ સહીત કુલ રૂ ૩૦.૨૫ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બાયો ડીઝલ જથ્થો જપ્ત કરીને મામલતદાર ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat