


મોરબીમાં ગત સાંજના અચાનક મેધરાજાએ પધરામણી કરતા મોરબી વાસીઓને થોડા સમય માટે ગરમીના ઉકળાટથી શાંતિ મળી હતી. પરંતુ માત્ર એક ઇંચ વરસાદ વરસતા મોરબી શહેરમાં ઠેર-ઠેર પાણીના ભરાવો થતા પાલિકાની પોલ છતી થઇ છે લોકોની રજૂઆત તો છતા પાલિકા દ્વારા કોઈ ઠોસ પગલા લેવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળે છે અને પાલિકા તંત્ર ધોર નિંદ્રામાં સુતું હોત તેવું લાગી રહ્યું છે.જેમાં ગત રાત્રીના વરસાદે નવાડેલા રોડ,શનાળા રોડ,નહેરુગેટ જેવા શહેરના મુખ્ય માર્ગો પર પાણીના ભરાતા ટ્રાફિકજામના દર્શ્યો પણ સર્જાયા હતા.

