


મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે જેમાં તાજેતરમાં જાદુના ખેલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે જાદુગરનો શો નિહાળી બાળકો દંગ રહી ગયા હતા.
નીલકંઠ વિદ્યાલય પીપળીયા ચાર રસ્તા ખાતે ધોરણ કેજી થી 12 ના તમામ વિદ્યાર્થીઓ એ જાદુના ખેલની મજા માણી હતી. પ્રથમ સત્રમાં જ બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. જયપાલ જાદુગરની હાથ ચાલાકી જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા તેમજ જાદુગરની ટીમે ઉપસ્થિત તમામ સ્કૂલ ના બાળકો ને મંત્રમુગ્ધ કરી દિલ જીત્યા હતા જાદુગરે પ્રશંસનીય ખેલ બતાવ્યો હતો , જેનો વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક આનંદ ઉઠાવ્યો હતો આ તકે સંસ્થાના સંચાલક યાજ્ઞિકભાઈ ધમસણાએ જાદુગરનો આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

