મોરબીના આમરણ નજીક એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું

જામનગર-કચ્છ હાઈવે બ્લોક, રૂટ ડાયવર્ટ કરાયો

        મોરબીના આમરણ નજીક આજે સવારના સુમારે એક એલપીજી ભરેલું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું અને ટેન્કર પલટી જવાને પગલે રસ્તો બંધ થઇ જતા રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે

        જામનગરથી કચ્છ તરફ જઈ રહેલું એલપીજી ભરેલું ટેન્કર આજે આમરણ નજીક પલટી મારી ગયું હતું અને એલપીજી ટેન્કરમાંથી ગેસ લીકેજ થતો હોવાની માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે જેને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે તો સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતો જામનગર કચ્છ હાઈવે પર ટેન્કર પલટી મારી જતા ટેન્કર રોડ વચ્ચે આવી જતા અને રોડ બ્લોક થઇ જતા ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી

        અકસ્માતને પગલે ટ્રાફિકને આમરણથી પડાણા થઇને ધ્રોલ બાજુ ડાયવર્ટ કરવામાં આવ્યો છે બનાવને પગલે પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી જોકે બનાવને પગલે કોઈને ઈજા પહોંચી ના હોય જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે  

Comments
Loading...
WhatsApp chat