મચ્છુ નદીના પટમાં રીવર્સ લેતા લોડરે તરુણને હડફેટે લીધો

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ નજીક નદીના પટમાં લોડરે 14 વર્ષના બાળકને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ નજીક મચ્છુ નદીના પટમાં જેતપરડાના રફીકભાઈ વાલીદભાઈ શેરસીયા પોતાનું લોડર જીજે ૩૬ એસ ૧૮૯૩ પુર ઝડપે રીવર્સ લેતા પાછળના ભાગે રહેલા ગોવિંદભાઈ પોલાભાઈ રોઝાસરાના દીકરા બાબુ (ઉ.14)ને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા ગોવિંદભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat