Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિરામિક ફેકટરીમાં નિંદ્રા માણી રહેલા શ્રમિક પર લોડર ફરી વળ્યું, કરુણ મોત

મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં નિંદ્રા માણી રહેલા શ્રમિક યુવાન પર લોડર ફરી વળતા કરુણ મોત નીપજ્યું છે જે બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબી જેતપર રોડ પર રંગપર સીમમાં આવેલ એક સિરામિક કારખાનામાં મજુરી કરતા બટનલાલ આહીરવાડ (ઉ.વ.૪૫) ગત રાત્રીના કારખાનામાં ગ્રાઉન્ડમાં સુતો હતો ત્યારે ડમ્પર નં જીજે ૦૩ એટી ૪૨૫૭ ના ચાલકે ડમ્પર રીવર્સમાં લેવા જતા બટનલાલ પર ચડાવી દેતા તેનું મોત નીપજ્યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat