


મોરબી સ્થિત લાયન્સ ક્લબ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના લાયન્સ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરીના ૬૭ માં જન્મદિવસની ઉજવણી સેવાકાર્યો સાથે કરવામાં આવી હતી જેમાં ૧૧૧ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ યોજના સતત ૧૨ માસ સુધી ચાલશે
સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરીના જન્મદિવસ નિમિતે આયોજિત સમારોહમાં જામનગર વેસ્ટના લાયન શિવસાગર શર્મા ઉપસ્થિત રહ્યા હતા જેના અનાજની કીટ સાથે તેલ આપવાનું સદ્કાર્ય કરી કાર્યક્રમને દીપાવ્યો હતો પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ વીરેન્દ્ર પાટડિયા, પ્રોજેક્ટ ચેરમેન કપિલ માલાણી, પી.જી.પટેલ કોલેજના આચાર્ય રવિન્દ્ર ભટ્ટ, કોલેજના ૧૫ મેમ્બર ઉપરાંત ભાણજીભાઈ આદ્રોજા, આર.એસ. મેવાડા, ધીરજલાલ આદ્રોજા, ભાવેશ ચંદારાણા, મનીષ પારેખ સહિતનાએ ઉપસ્થિત રહીને તેમજ જહેમત ઉઠાવીને સમારોહને સફળ બનાવ્યો હતો