સિરામિક ઉદ્યોગને બદનામ કરવાના લીસ્ટ બદલ આગેવાનોએ માફી માંગી

૭૫ જેટલા સિરામિક સિરામિક કંપનીઓ આર્થિક ખેંચમાં હોવાનું જણાવી વાઈરલ થયેલા લીસ્ટ અંગે મીટીંગ યોજાઈ હતી જેમાં લીસ્ટ બનાવનાર પકડાઈ ગયા બાદ લીસ્ટને અજાણતા વાયરલ કરવાનું જણાવી આગેવાન ઉદ્યોગપતિઓએ માફી માંગી છે.

લીસ્ટમાં નામ આવેલ ઉદ્યોગકારોએ પોતાની કુનેહથી લીસ્ત્ત બનાવનાર જેમસ્ટોન પેઢીના કર્મચારી કૈલાશને ઝડપી લીધો હતો કૈલાશે આ લીસ્ટમાં અન્ય સપ્લાયર હોવાના નામ આપતા આ ઉદ્યોગકારો તેમની પાસે પણ ગયા હતા જેથી લીસ્ટ બનાવવામાં જવાબદાર સપ્લાયરોએ માફી પણ માંગી હતી પરંતુ કૈલાશે આ લીસ્ટ જેમસ્ટોનના ભાગીદાર ભાણજીભાઈ વીંટાવાળાને આપ્યું હોવાનું તથા ભાણજીભાઈએ સુખાકાકાને મોકલ્યું હોવાનું જણાવતા બે દિવસ પૂર્વે સિરામિક એસોસીએશનની ઓફીસ ખાતે મીટીંગ મળી હતી

જેમાં આ બંને આગેવાન ઉદ્યોગપતિઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી પરંતુ તેમ છતાં લીસ્ટમાં નામ આવેલ ઉદ્યોગકારોને આં લીસ્તના કારણે ધંધામાં પણ તકલીફ પડી રહી હોવાથી બધા બધા પોલીસ કેસ કરવા માંગતા હતા જેને લઈને એસોના હોદેદારોએ મધ્યસ્થી કરતા ગઈકાલે વિટ્રીફાઈડ એસોના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ સુખદેવભાઈ પટેલે મીટીંગમાં માફી માંગી હતી જયારે ભાણજીભાઈ વીંટાવાળાએ ૪ દિવસ પહેલા જ ૭૫ લોકો સામે માફી માંગી લેતા બંને પક્ષે સમાધાન થઇ ગયું છે

Comments
Loading...
WhatsApp chat