એલસીબી ટીમે વાંકાનેર નજીકથી દેશી બનાવટની બંદુક સાથે એકને ઝડપી લીધો

મોરબીમાં આગામી જન્માષ્ટમીના તહેવારની સુરક્ષાને ધ્યાને લઈને એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના મક્તાનપર ગામેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક સાથે એક ઈસમને દબોચી લેવામાં આવ્યો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામેથી આરોપી ધીરજ ઉર્ફે ધીરો કાળુભાઈ સામતભાઈ કોળી રહે. મક્તાનપર તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક નંગ ૧ કીમત ૨૦૦૦, તથા ખાર, ગન્દર્ભ, અને છરા સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat