


મોરબીના વિસીપરા વિસ્તારમાં એલસીબી ટીમે રહેણાંક મકાન પર દરોડો કરીને જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લઈને તેની પાસેથી ૨૪ હજારથી વધુની રોકડા જપ્ત કરવામાં આવી છે.
મોરબીના વિસીપરા વિસ્તારમાં કુલીનગરમાં આરોપી કાસમ સુલેમાન પિંજારાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે સ્થળ પર દરોડો કરતા જુગાર રમી રહેલા કાસમ સુલેમાન પિંજારા (ઊવ ૪૯) રહે. વિસીપરા મોરબી, અબ્દુલ કાદર સમા (ઊવ ૪૩) રહે. વિસીપરા મોરબી, તૈયબ ઈસ્માઈલ ખુરેશી (ઊવ ૬૨) રહે. કબીર ટેકરી મોરબી અને હાજી ગુલામ પિંજારા (ઊવ ૩૫) રહે. મોરબી વિસીપરા એ ચાર જુગારીઓને ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂ ૨૪,૮૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

