પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે દબોચી લીધો

મોરબી એલસીબી ટીમેં વિસીપરા વિસ્તારમાંથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે પ્રોહીબીશન ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા ઇન્ચાર્જ એસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની આગેવાની હેઠળની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન યોગીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મોરબીના વિસીપરા વિસ્તારમાંથી એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન ગુન્હામાં નાસતા ફરતા આરોપી સુલતાન ઉર્ફે રાજુ દાઉદભાઈ ઉર્ફે ભીખો પલેજા રહે. મોરબી કાલિકા પ્લોટ વાળાને ઝડપી લેવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat