


પંથકના વિવિધ વિસ્તારોમાં બેરોકટોક દારૂના વેચાણ ની સાથે સાથે વધતી જતી ગુનાખોરી..
હળવદ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થા કથળેલી સ્થિતિ તથા ટ્રાફિક સમસ્યા જોવા મળે છે છતાં પણ હળવદ પોલીસ દ્વારા નક્કર પગલાં ન લેવાતા લોકોમાં અનેક જાતની ચર્ચા ચર્ચાઈ રહી છે એટલું જ નહીં પણ પથંકમાં દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે તેઓ લોકમુખે ટોક ઓફ ધી ટાઉન બનીચચાયૅ રહુયુ છે હળવદ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય રહ્યો છે જે આમ પબ્લિકને બતાય છે પરંતુ પોલીસને ન દેખાતા અનેક સવાલો સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે,
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં પોલીસની રહેમનજર હેઠળ અને ઉપેક્ષાના કારણે છેલ્લા ઘણા સમયથી દારૂનું દૂષણ ખૂબ જ વધી જવા પામ્યો છે જાણવા મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂના દૈત્યે પોતાનું માથું ઉચક્યું છે પોલીસ તંત્ર દ્વારા આ અંગે મૌન માં સેવવામાં આવતા અસામાજિક તત્વો ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી પંથકની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે દારૂબદી ના કારણે શહેરમાં ગુનાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે આ ઉપરાંત શહેરમાં ખુલ્લેઆમ મળી રહે છે
આમ લોકોના મોઢે ચર્ચાઈ રહ્યું છે કે દૂધના સ્થાને દારૂ મળી રહ્યો છે અનેક લોકો આ દારૂના બરબાદ થઈ રહ્યા છે છતાં પણ પોતાના લાભ લઇને પોલીસ આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે આવા હપ્તા લેતા પોલીસ પોલીસકર્મીઓને ઉચ્ચઅધિકારીઓ કયારે પાઠ ભણાવે શે ? અને દારૂના અડ્ડા બંધ કરાવે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગાર ની બદી ખુલ્લેઆમ વધી રહી છે અને કાયદો વ્યવસ્થા કથળલી જોવા મળે છે તેથી હળવદ વાસીઓને માગણી છે કે તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યા તેમજ કાયદો-વ્યવસ્થા અને દારૂના હાટડા બંધ કરાવે તેવી લોક માગણી ઉઠવા પામી છે