મોરબીનો ક્ષત્રિય પરિવાર પુત્રના લગ્નની અનોખી ઉજવણી કરશે

અખિલ ગુજરાત યુવા સંઘ મોરબી જિલ્લા પ્રમુખ નિરુભા ઝાલાના સુપુત્ર અજયસિંહ તથા સુપૂત્રી જ્યોતિબાના લગ્ન આગામી તા. ૧ મેના રોજ નિર્ધારિત કરેલ છે. આ લગ્ન પ્રસંગની ઇકોફ્રેન્ડલી અને પારંપરિક ઉજવણી કરીને સમાજને નવો રાહ ચીંધવામાં આવશે.

હાલ સમાજમાં લગ્ન પ્રસંગે જરૂરિયાતથી વધુ ખર્ચ કરવાની સાથે પર્યાવરણને હાનિ પહોંચે તે રીતે ઉજવણી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારેઅખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ નિરુભા ઝાલાએ પોતાના સુપુત્ર અને સુપુત્રીના લગ્ન પ્રસંગની ઉજવણી વખતે પર્યાવરણને હાનિ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. ઉપરાંત આ લગ્નથી કુરિવાજોને દૂર રાખવામાં આવ્યા છે. નિરુભા ઝાલા(નાના રામપર)ના સુપુત્ર ચિ. અજયસિંહજી તેમજ સુપુત્રી ચિ. જ્યોતિબાના લગ્ન તા.૧ મે ને દિવસે નિર્ધારિત કરવામાં આવ્યા છે. સમાજના કુરિવાજોને દૂર રાખી આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવશે. ઉપરાંત હવા તેમજ ધ્વનિ પ્રદુષણ ન થાય તેની ખાસ તકેદારી રાખીને ફટાકડા ફોડવામાં નહીં આવશે.

લગ્ન પ્રસંગોમાં ઉડાડવામાં આવતા પૈસા લોકોના પગે કચડાતા હોવાથી મા લક્ષ્મીનું અપમાન થયું ગણાય છે. તેથી આ લગ્નમાં પૈસા ઉડાડવામાં નહિ આવે. આમ ઝાલા પરિવાર પોતાના સંતાનોના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી કરીને સમાજને એક પોઝિટિવ મેસેજ આપવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત લગ્નની કંકોત્રી પર સ્વચ્છ ભારતનો સંદેશ આપતો સિમ્બોલ પણ મુકવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat