Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાંથી અપહરણ કરાયેલી કિશોરી ચોટીલાના ગઢેચીથી મળી આવી

આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી

મોરબી એસઓજી ટીમે ઓપરેશન મુસ્કાન અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલા અપહરણના ગુન્હાની તપાસ કરતા અપહૃત કિશોરીને શોધી આરોપીની અટકાયત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓપરેશ મુસ્કાન અંતર્ગત જીલ્લામાં સગીરવયના બાળક ગુમ અપહરણ થયેલા હોય જેને શોધી કાઢવાની ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેમાં એસઓજી પીઆઈ એસ.એન.સાટીની સુચનાથી એસઓજી ટીમે વાંકાનેર તાલુકા પોલીસના નોંધાયેલા અપહરણના ગુન્હામાં બાતમીને આધારે ચોટીલા તાલુકાના ગઢેચી ગામે તપાસ કરતા ભોગ બનેલી કિશોરી મળી આવતા આરોપી મહેશ ઉર્ફે મુકેશ બાબુભાઈ કોળી (ઉ.વ.૨૩) રહે. ગઢેચી તા. ચોટીલા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat