મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે  વર્ષોની પરંપરા મુજબ આપવાના આનંદ હેઠળ ઉત્તરાયણની પ્રેરણાદાયી ઉજવણી કરી

લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ : ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરી આપીને ઉત્તરાયણની ઉજવણી

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ”અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે.” એમ ખુદાની સાચી બંદગી માત્ર મસ્જિદમાં કે મંદિરમાં જવાથી નથી થતી. કોઈ દુઃખી માણસની તકલીફને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને તેનું દુઃખ દૂર કરવામાં આવે એમાં પણ ભગવાન અને ખુદા રાજી છે. જનસેવા એજ સાચી પ્રભુ સેવા છે અને જેટલી થાય એટલી સેવા કરવી જોઈએ.

         યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હંમેશા આ સેવાના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે જ ઉતરાયણના દિવસે દાન-ધર્મના મહિમાને ચરિતાર્થ કરતા અને બાળભાષામાં કહું તો “લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ” મેળવાનો નહિ આપવાનો આનંદ આપી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકોને શુદ્ધ ઘી ના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા) નું વિતરણ કરીને પૃથ્વી પરના ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કર્યો

 

Comments
Loading...
WhatsApp chat