Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીથી અંબાજી સુધીનો પદયાત્રા સંઘ વાજતે ગાજતે રવાના

૩૪૫ કિમી પદયાત્રા કરી અંબાજી પહોંચશે

ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એવા માં અંબાના ધામ અંબાજીના ભાદરવી પુનમના દર્શનનું અનેરું મહત્વ છે ત્યારે ભાદરવી પુનમમાં માનવ મેળામાં સતત ૧૯૯૯ થી અવિરત શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે જે પદયાત્રા સંઘ આજે મોરબીથી પ્રસ્થાન થયો હતો આશરે ૩૪૫ કિમીની પદયાત્રા યોજીને માતાજીના ધામમાં પહોંચશે

મોરબી થી અંબાજી પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા, દિલીપભાઈ સોની, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ, આનંદભાઈ અને ચુનીભાઈ તેમજ જય અંબે પરિવારના આયોજન હેઠળ મેડીકલથી લઈને ખાવાપીવાની સુવિધા સાથે પૂજન અર્ચન અને મોટી બાવન ગજ ધજા સાથે રથ પ્રસ્થાન કરવામાં આવ્યો હતો માતાજીના રથ સાથે વાજતે ગાજતે પદયાત્રા સંઘ અંબાજી માટે પ્રસ્થાન કરવામાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat