


વિશ્વ શાંતિ અને ભાઈચારાણા શુભ ઉદેશ્ય સાથે નીકળેલો વિશ્વ શાંતિ રથ ભારતભરમાં ભ્રમણ કરી રહ્યો છે જે રથ મોરબી આવી પહોંચતા જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જૈન સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો ફેલાય તેવા શુભ આશયથી બેંગ્લોર કૃષ્ણગીરી તીર્થ ખાતે બિરાજમાન યતિ પરમ પૂજનીય શ્રી વસંત વિજયજી મહારાજની પ્રેરણાથી વિશ્વ શાંતિ રથ ભારત ભ્રમણ કરી રહ્યો છે જે રથ બુધવારે મોરબી આવી પહોંચતા શહેરના હાઉસિંગ બોર્ડ ખાતેના ગુરુવર્ધક જૈન સંઘ અને શનાળા રોડ પરના જૈન દેરાસર ખાતે રથ પહોંચ્યો હતો જ્યાં જૈન સમાજના લોકો તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેને રથનું સ્વાગત કર્યું હતું અને વિશ્વ શાંતિની ભાવનાને બિરદાવી હતી આ રથ મોરબી વિસ્તારમાં ફરીને કચ્છ તરફ પ્રયાણ કરશે

