મોરબીની બે સિરામિક ફેકટરીઓમાં આઈ.ટી.વિભાગની દરોડા પાડ્યા

સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીના રફાળિયા અને ધરમપુર રોડ પર આવેલ બે અલગ-અલગ સીરામીક યુનિટોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બન્ને સીરામીક એકમમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસણી કરવામાં આવી રહી છે અને સર્ચ સર્વેના અંતે સીરામીક યુનિટમાં ચાલતા બેનામી વહીવટ બહાર આવે તેવી શક્યતા સેવાય રહી છે જેથી કરચોરી કરતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Comments
Loading...
WhatsApp chat