

ઇન્ડિયન લાયન્સ કલબના નેશનલ ચેરમેનના જન્મદિવસ નિમિતે કલબ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલોને સાક્ષરતા વિશે માર્ગદર્શન આપી નોટબુક સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
ઇન્ડિયન લાયન્સ કલબના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ નિમિતે લાયન્સ ક્લબ દ્વારા વૃદ્ધાશ્રમમાં નિરક્ષર વડીલોને સાક્ષરતા વિશે માર્ગદર્શન આપી સક્ષાર બનાવવા પ્રત્યન કરવામાં આવ્યો હતો.તેમજ ફૂલસ્કેપ નોટપેન વગેરે સહિતની કીટ આપી જન્મદિવસની અનમોલ ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સાર્થક વિધામંદિરના શિક્ષકોએ સેવા આપી સાક્ષરતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રેરણાદાયી ઉજવણીમાં કલબના તમામ સભ્યો જોડાયા હતા.



