


વાંકાનેર ભાટિયા સોસાયટીમાં ત્રણ શખ્સોએ ફટાકડા આપવા બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને યુવાનને છરી વડે માર મર્યો હતો બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર ભાટિયા સોસાયટી વિસ્તારમાં રહેતા વિજય હાકાભા કોળી (ઉ.૨૩) પાસે આરોપી ઇલુ રહે-ખાટકીપરા, હુશેન રહે-મિલ પ્લોટ અને મુનાફ રહે-કોઠીએ આવીને ફટાકડા ફોડવા છે તેમ કહેતા વિજયે ફટાકડા નથી તેમ કહેતા આરોપી ઇલુએ ગાળો આપી આરોપી હુશેન અને મુનાફે ઢીકાપાટુંનો માર મારી આરીપી ઈલુએ છરી વડે વિજયને પેટના ભાગે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીને છરી બતાવીને વિજય પાસે રહેલ રોકડ રૂ.૫૦૦ અને મોટર સાઈકલ રૂ.૪૦૦૦૦ એમ કુલ મળી ૪૦૫૦૦ ની લુટ કરી લઇ ગયા હતા.બાદમાં ઈજાગ્રસ્ત વિજયને પ્રાથમિક સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.