મોરબીના ઝીકીયારી ગામે બાથરૂમમાં લપસી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

મોરબી નજીક આવેલા ઝીકીયારી ગામમાં યુવાન બાથરૂમમાં જતા હોય ત્યારે અચાનક લપસી જતા તેને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતા પોલીસે આ અંગે વધુ તપાસ ચલાવી છે

મોરબીના ઝીકીયારી ગામના રહેવાસી પ્રકાશભાઈ સવજીભાઈ સાપાણી (ઉ.વ.૪૦) નામના યુવાન પોતાના ઘરે બાથરૂમમાં જતી વખતે પડી જતા તેને ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત થયું હતું તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat