Billboard ad 1150*250

મોરબીના મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓ દ્વારા હાયજીન અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ELIXIR ના સભ્યો દ્વારા જૂદી જૂદી શાળામાં મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ELIXIR  એ મોરબીના મેડિકલ અને પેરામેડિકલ માં અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરોનું એક સંગઠન છે. જેમાં દર વર્ષે જૂદી જૂદી સેવાકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Post ad 3

આ વર્ષે પણ ELIXIR નાં સભ્યો ડૉ.નંદિની પટેલ, ફ્રેન્શી જેતપરિયા, રોમલ પડસુંબિયા, નેન્શી, દેવાંગી, જીજ્ઞાશા અને કૃતિ દ્વારા મોરબી જિલ્લાની નિર્મલ વિદ્યાલય, નાલંદા વિદ્યાલય તેમજ મેઘણીવાડી અને ગોકુલનગર પ્રાથમિક શાળામાં મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસ પ્રોગ્રામ કરવાંમાં આવ્યો.

જેમાં ધોરણ 7 અને 8 ની 400 જેટલી વિદ્યાર્થિનીઓને માસિકના દિવસો અંગેની સમસ્યા અને તે અંગેના વિદ્યાર્થિનીઓના પ્રશ્નનોનું સમાધાન કરવામાં આવ્યું. સામાન્ય રીતે લોકો દ્વારા નકારી કાઢવામાં આવતા આ વિષય પર વિદ્યાર્થિનીઓને જરૂરી જ્ઞાન આપવામાં આવ્યું. આ કામમાં શાળાના આચાર્ય તથા શિક્ષિકા બહેનો એ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat