



હળવદના શક્તિનગર વિસ્તારમાં રહેતા હેમુભાઈ ચાચું(કારડીયા રાજપૂત)એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી શીતલ હળવદ પાંડા તીરથ ગામે રહેતા માવુંભાઈ દલુભાઇ પરમારને ત્યાં સાસરે હોય અને તેને સાસુ માયાબેન,સસરા માવુભાઈ અને પતિ વનરાજભાઈ અવારનવાર ધરકામ બાબતે તથા નાની-નાની બાબતે મેણા-તેણા મારતા હોય અને શારીરિક-માનશીક ત્રાસ આપતા હોય તેમજ તેના પતિ વનરાજભાઈએ ઢીકાપાટુંનો મારમારીને દીપસિંહની દીકરી શીતલબેનને મરવા મજબુર કરતા ગત તા.૧૦ના રોજ સવારના સમયે શીતલબેનએ ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.પરિણીતાના મૃત્યુ બાદ નિયમ મુજબ તેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું નહતું અને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું મૃતક પરિણીતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે.હળવદ પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ,મરવા માટે મજબુર કરવું અને પુરાવાના નાશ કરવાના સહિતના ગુના નોંધી સાસરિયાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

