દીકરાને મજા નથી તેવું બહાનું બનાવી પત્નીને બોલાવી પતિએ કરી ધોલાઈ

વાંકાનેર પંથકમાં પતિના શંકાશીલ સ્વભાવથી ત્રાસી ગયેલી મહિલા રીસામણે હોય જેને બોલાવી પતિએ તેની સાથે મારામારી કરી તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી શોભનાબેન કેશુભાઈ ચોરાલિયા રહે. ગાયત્રી મંદિર નજીકના રહેવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કેશુભાઈ વેરશીભાઈ ચારોલિયા તેના ચારિત્ર્ય પર શંકા કરી લગ્નજીવન દરમિયાન મારકૂટ કરી ત્રાસ આપ્યો હોય

તેમજ તે હાલ માવતરે રીસામણે બેથી હોય આરોપીએ છોકરાને મજા નથી તેવું બહાનું બનાવી પત્નીને બોલાવી હતી અને ચારિત્ર્ય અંગે શંકા કરી ગાળો આપી માર મારી નાક કાપી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat