Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની મુખ્ય પોસ્ટઓફિસમાં ઉપ ડાક ઘરનો શનિવારે શુભારંભ કરાશે

ઓનલાઈન પેમેન્ટ સેવાઓ સહિતની તમામ સેવાઓ ઉપલબ્ધ

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે શનિવારથી ઉપ ડાક ઘરનો પ્રારંભ થઇ રહ્યો છે જેના શુભારંભ સમારોહની ઉજવણી મોરબીના ટાઉન હોલ ખાતે કરવામાં આવશે

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ઉપ ડાક ઘરનો શુભારંભ સમારોહ તા. ૦૧ ને શનિવારના રોજ બપોરે ૦૨ : ૩૦ કલાકે ટાઉન હોલ મોરબી ખાતે યોજવામાં આવશે જેમાં મુખ્ય અતિથી તરીકે જીલ્લા કલેકટર આર જે માકડિયા અને અતિથી વિશેષ તરીકે ગીરીશ સરૈયા ઉપસ્થિત રહેશે ઉપ ડાક ઘરમાં પોસ્ટ ઓફીસની પોસ્ટ સેવાઓ ઉપરાંત હવે મુખ્ય પોસ્ટ ઓફીસ કમ્પાઉન્ડમાં જ ઓનલાઈન સેવાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને સેવાઓ મળી રહેશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સુવિધાઓ આ સ્થળે ઉપસ્થિત થશે જેથી નાણાની ઝડપી અને સલામત હેરફેર થઇ શકશે

Comments
Loading...
WhatsApp chat