Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રવાપર ગામે સોમવારે એતિહાસિક સમ્રાટ હર્ષ નાટક ભજવાશે

મોરબી જીલ્લાના ગ્રામ્ય પંથકમાં હજુ પણ નાટક યુગ જીવંત જોવા મળે છે અને નાટ્ય પરંપરાની જાળવણી ગ્રામ્ય પંથકમાં કરવામાં આવી રહી છે જેમાં બગથળાની સંસ્થા દ્વારા સોમવારે રવાપર ગામ મુકામે એતિહાસિક નાટકનું આયોજન કરેલ છે જેનો જાહેર જનતાએ લાભ લેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે

શ્રી અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ બગથળા દ્વારા તા. ૧૯ ને સોમવારે રાત્રીના ૯ કલાકે બહુચરાજી મંદિર સામે રવાપર ગામ મુકામે એતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાની ગરીબોની બેલી અને પેટ પકડીને હસાવતું નીમ્ચંદ શેઠના નખરા યાને કે માણકી ની માથાકૂટ કોમિક નાટકો ભજવાશે જે નાટકો નિહાળવા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat