Billboard ad 1150*250

મોરબી પોસ્ટઓફીસ દ્વારા ટેલીફોન બીલ પહોંચાડવાના ધાંધિયાથી લોકો પરેશાન

0 357

મોરબીની પોસ્ટઓફીસમાં અનેક અવ્યવસ્થા જોવા મળે છે. ગ્રાહકે રાખેલી એફ.ડી. માં સમયસર નાણા મળતા નથી તેમજ ગ્રાહકોને યોગ્ય જવાબો પણ આપવામાં આવતા નથી તેવી જ સ્થિતિ ટેલીફોન બીલની છે. બી.એસ.એન.એલ દ્વારા આપવામાં આવતા બીલ પોસ્ટઓફીસ તંત્ર સમયસર પહોંચતા કરતા નથી જેથી ગ્રાહક સમયસર ટેલીફોન બીલ ના ભરી સકતા તંત્ર દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવતા હોય છે. ટેલીફોન વિભાગ ગ્રાહકોને ના ચાલે તેવા ફોનના ડાબલા પધરાવી દેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ મામલે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને ગ્રાહકોને સમયસર ટેલીફોન બીલ મળે તે માટે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat