મોરબીમાં આડેધડ વૃક્ષ છેદનથી પર્યાવરણ પ્રેમી સંસ્થામાં રોષ ભભૂક્યો

મયુર નેચર ક્લબે તંત્રને રજૂઆત કરી 

       ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે જોખમી વૃક્ષોની ડાળીઓ તોડવામાં આવે છે જેથી ભારે પવનમાં તે તૂટી પડીને કોઈને નુકશાન ના પહોંચાડે જોકે મોરબીમાં ચાલતી વૃક્ષ છેદન પ્રવૃત્તિથી પર્યાવરણપ્રેમી સંસ્થામાં રોષ ભભૂક્યો છે અને આ અંગે રજૂઆત કરાઈ છે

      મયુર નેચર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ એમ જી મારૂતિ દ્વારા ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડના ડેપ્યુટી એન્જીનીયરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જીઇબીના વાયરોને નડતા વૃક્ષની ડાળીઓ દુર કરાય છે પરંતુ હવે કર્મચારીઓ વૃક્ષને મૂળમાંથી જ કાઢી નાખે છે શું આ કર્મચારીઓને આ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવે છે કે વૃક્ષને આ રીતે છેદન કરવું ? મોરબીમાં આવેલ આયુર્વેદિક હોસ્પિટલના કમપાઉન્ડમાં ઔષધીય વન આયુર્વેદિક કર્મચારીઓ એ ખુબ જ મહેનત લઇ ઉગાડેલ છે લુપ્ત થતી વનસ્પતિમાં ઝાડ શેમળો, વાયવટણો બંને વૃક્ષોને થડ પાસેથી કાપી નાખેલ છે નિયમ મુજબ જે વૃક્ષની ડાળીઓ વાયરને નડતરરૂપ હોય તે જ કાપવાની હોય છે જેને બદલે આખું ઝાડ કાપી નાખે છે આ યોગ્ય નથી

        પર્યાવરણને નુકશાન થાય તે નિયમ વિરુદ્ધ છે આવું કાર્ય કરનાર સામે પગલા લેવા જોઈએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વન અને પર્યાવરણ ખાતાના અધિકારીઓએ પણ આ જગ્યાનું જાત નિરીક્ષણ કરી કાર્યવાહી કરી યોગ્ય પગલા લેવા જોઈએ આ વૃક્ષ છેદન નિયમ વિરુદ્ધ છે જેને સખ્ત શબ્દોમાં વખોડી ભવિષ્યમાં આવું ના થાય તે માટે કાર્યવાહી કરવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat