વાંકાનેરના ઢુવા સામાન્ય બાબતે જૂથ અથડામણ : ૩ ને ઈજા

બનાવની મળતી વિગત મુજ્બ વાંકાનેરના ઢુવા નજીક આજે બપોરના સમયે તે ગામના સરપચ હકાભાઇ પોતનું બાઈક લઇ ને જતા હતા ત્યારે ત્યાં ઉભેલા રીક્ષા ચાલક સાથે સમાન્ય બાબતે માથાકૂટ થઇ જેમાં રીક્ષા ચાલક અને તેના મિત્રો સાથે મળી ને હકાભાઇ ને હથીયારો વડે માર મારતા તેને ઈજા થઇ હતી આ વાત ગામમાં પોહ્ચતા હકાભાઇ ના મિત્રો અને પરીઝનો દોડી આવ્યા હતા જેમાં ત્યાં આવી ને માથાકૂટ કરનાર શખ્સો સાથે જપાજપી કરી હતી અને માથાકૂટ કરનાર રિક્ષાચાલક ની રીક્ષા પણ સળગાવામાં આવી હતી જેમાં ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસના પી.એસ.આઈ કે.બી.જાડેજા સહિતની ટીમ દોડી ગઈ હતી અને પરિસ્થતિ પર કાબુ મેળવી લીધો હતો અને મારામારી કરનાર શખ્સો ને જડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તો આ માથાકૂટ માં ૩ ઇંજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat