Billboard ad 1150*250 Billboard ad 1150*250

હાય રે ગંદકી ! ખેલાડીઓને પ્રેક્ટીસ કરવા માટેના ગ્રાઉન્ડને ઉકરડો કરી નાખ્યો

મોરબીના રવાપર નજીક આવેલી ક્રિકેટ એકેડેમીમાં જીલ્લાના ક્રિકેટ ખેલાડીઓ પ્રેક્ટીસ કરી પોતાના સ્વપ્નો પૂર્ણ કરવા પરસેવો પાડતા હોય છે જોકે ગંદકીથી ટેવાયેલા મોરબીવાસીઓએ આ જગ્યાને પણ બક્ષી ના હતી અને રમતના મેદાનને ઉકરડામાં ફેરવી નાખ્યું છે

મોરબીના રવાપર નજીક આવેલી ન્યુ એરા સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા ખેલાડીઓને પ્રેક્ટીસ કરાવાય છે ક્રિકેટના જીલ્લા કક્ષાની ટીમ તૈયાર કરીને વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે તેમજ ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે જોકે આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ લોકો આડેધડ કચરો ફેંકી રહ્યા છે અને ક્રિકેટ પ્રેક્ટીસનું ગ્રાઉન્ડ રમતના મેદાન કરતા જાહેર ઉકરડો હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહયા છે મોરબી શહેર ગંદકી માટે નામચીન બની ગયું છે લોકોમાં જાગૃતિનો અભાવ હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં જાહેર ઉકરડાઓમાં ગંદકી ખદબદતી હોય છે

તો ગંદકી કરવા જાણીતા નગરજનો હવે રમતના ગ્રાઉન્ડને છોડ્યું નથી અને ક્રિકેટ પ્રેક્ટીસ ચાલતા આ ગ્રાઉન્ડમાં ગંદકી ખડકી દીધી છે જેથી એકેડેમી કોચ નિશાંત જાનીએ નિરાશા વ્યક્ત કરી છે અને ભાવી ખેલાડીઓને તૈયાર કરવાનું આ ગ્રાઉન્ડ સ્વચ્છ રહે તે માટે લોકોને જાગૃત બનવા અપીલ કરી છે કારણકે ગંદકીને પગલે ખેલાડીઓ રોગનો ભોગ બને અને કેટલાય સમયથી પરસેવો પાડનાર ખેલાડી બની સકે કે ટુર્નામેન્ટમાં ભાગ લઇ ના સકે અને તેના સ્વપ્ન રોળાઈ સકે છે જેથી નાગરિકો જાગૃત બને તેવી અપીલ કરી હતી

Comments
Loading...
WhatsApp chat