મોરબી જિલ્લાનો ઓગસ્ટ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ મીએ યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-૨૦૧૯ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામીતા.૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો આગામી ૧૦મી ઓગસ્ટ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે.

તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાંયોજાશે. તાલુકાકક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો કે રજૂઆત અંગેની અરજી ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેમ લખીને સંબંધિત ગામના તલાટી-મંત્રીને સંબોધીને પહોંચતી કરવાની રહેશે.

        અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે.સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો કે કોર્ટમાં ચાલતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન ધ્યાને લેવાશે નહી.તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબધીત મામલતદારને અરજી કરવાની રહેશે.

જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક મળશે

          મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૬/૦૮/૨૦૧૯ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠક અંગેના ૧ થી ૬ પત્રકો જિલ્લા કક્ષાના અધિકારીઓને ૧૦ તારીખ સુધી કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવાના રહેશે અને આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે જાતે જ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat