Billboard ad 1150*250

મોરબીમાં દશેરાના મંગલ દિવસે “લોર્ડ્સ ઇકો ઇન” હોટલનો શાનદાર શુભારંભ

0 557
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        લોર્ડ્સ ઇકો ઇન મોરબીના પ્રમોટર અને શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબીના પ્રમુખ પોપટભાઈ કગથરાના વરદ હસ્તે મોરબીના વિવિધ સિરામિક એસોના પ્રમુખો અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરીને હોટલનો મંગલ શુભારંભ કરવામાં આવ્યો હતો.

        ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી ચીફ ઓપરેટીંગ ઓફિસર પુષ્પેન્દ્ર બંસલ તથા સીનીયર વાઈઝ પ્રેસિડેન્ટ રિશી પૂરી અને પ્રાદેશિક જનરલ મેનેજર અજય પવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પુષ્પેન્દ્ર બંસલે જણાવ્યું હતું કે લોર્ડ્સ ઇન હોટેલ્સ એન્ડ ડેવલપર્સ લી. મુંબઈ ની ભારત વ્યાપ્ત હોટેલ્સની હારમાળામાં એક વધુ મણકાનો ઉમેરો થયો છે.

        પીપળી-જેતપર રોડ પર વિશાળ ઉદ્યોગિક વિસ્તારની વચ્ચે આવેલ સેવન સેરા મોલ બિલ્ડીંગમાં સ્થિતિ હોટેલ લોર્ડ્સ ઇકો ઇન મોરબી કન્ટેમ્પરરી રૂમ, મલ્ટીક્યુઝ્ન રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, એસપીએ, જેકુજી, કોન્ફરન્સ રૂમ અને જીમથી સજ્જ છે સમગ્ર ભારત અને વિદેશની કુલ મળીને ૩૯ થી પણ વધુ શાખાઓની સાંકળ ધરાવતી કંપનીના વર્ષોના અનુભવનો લાભ આજથી હવે મોરબીને પણ મળવાનો શરુ થઇ ચુક્યો છે.

Post ad 2

        લોર્ડ્સ ઇકો ઇન મોરબીના પ્રમોટર પંકજભાઈ કગથરાએ જણાવ્યું હતું કે મોરબી સમગ્ર ભારતનું સિરામિક ટાઈલ્સ, સેનેટરી વેર્સ, કલોક, નોન વૂવનનું હબ હોઈ અને ભારત તેમજ વિશ્વભરના ઉદ્યોગપતિઓ-વેપારીઓ માટે અદ્યતન સુવિધા યુક્ત હોટેલની અતિ જરૂરિયાત હોવાની સ્થાનિક ઉધોગપતિઓ, વેપારીઓની માંગને ધ્યાને લઇ અદ્યતન સુવિધાયુક્ત હોટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.

        સિરામિક ઉદ્યોગના વિવિધ એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ ઓગણજા, સહિતના અગ્રણીઓએ સુવિધાસભર હોટેલની માંગ પૂરી કરવા બદલ પ્રમોટર પંકજભાઈ કગથરાને શુભેચ્છા સાથે ધન્યવાદ પાઠવ્યા છે. લોર્ડ્સ ઇકો ઇન મોરબી શહેરની શ્રેષ્ઠ હોટેલોમાની એક બની છે અને તે કોર્પોરેટ જૂથોની જરૂરિયાતો, મનોરંજન અને કોન્ફરન્સોની પૂર્તિ કરશે તેમજ અજય પવાર દ્વારા સમાપન સંબોધનમાં જણાવ્યું હતું

        અંતમાં હોટેલ મેનેજર ધવલભાઈ લોઢીયાએ મોરબીમાં ઉતમ હોટેલ સુવિધા પૂરી પાડવાની તક આપવા બદલ તથા અમુલ્ય સમય આપી શોભામાં અભિવૃદ્ધિ કરવા બદલ સર્વે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પત્રકાર મિત્રોનો આભાર માની હોટેલને સૌ માટે ખુલ્લી મુકવામાં આવ્યાની જાહેરાત કરી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat