Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ઇન્ડિયન મેડીકલ એસો.ને કોરોના કાળમાં કરેલ સેવાને સરકારે બિરદાવી

 

મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ટીમનીં કોરોના કાળમાં વિવિધ સમાજ સેવાઓને ધ્યાને લઈને આઈએમએ બ્રાન્ચને ડો.વાય ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોડ આરોગ્ય મંત્રીના હસ્તે મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ટીમને એનાયત કરવામાં આવ્યો હતો.

 

મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ ડો. વિજય ગઢીયા, મંત્રી ડો. દિપક અઘારાની આગેવાની હેઠળ વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવેલી વિવિધ સમાજ ઉપયોગી કામગીરીને ધ્યાને લઈને રાજ્યની સવાસો બ્રાન્ચમાંથી મોરબીની આઈએમએ બ્રાન્ચને ડો.વાય ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ આપવા માટે પસંદગી કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ગુજરાત યુની.ના કુલપતિ પંડ્યાના હસ્તે કોરોના કાળમાં વિવિધ સમાજ ઉપયોગી કામગીરીને ધ્યાને લઈને મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ ડો. વિજય ગઢીયા, મંત્રી ડો. દિપક અઘારા અને ખજાનચી ડો.ભાવિન ગામીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat