Billboard ad 1150*250 Billboard ad 1150*250

સરકાર ખેડૂતોનો પોકાર સંભાળતી ના હોય, ખેડૂતોએ ભગવાન શંકરને આપ્યું આવેદન

ખેડૂતોની લડતનો પાંચમો દિવસ, ટ્રેક્ટર અને પગપાળા રેલી કાઢી મહાદેવના મંદિરમાં ખેડૂતોએ કરી આજીજી સાથે પ્રાર્થના

મોરબીના ૨૦ ગામના ખેડૂતો ડેમી સિંચાઈ યોજનામાં પાણી માટેની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે જેના આજે પાંચમાં દિવસે ખેડૂતોએ ગામમાં રેલી યોજી મહાદેવના મંદિર સુધી ગયા હતા જ્યાં ભગવાન શંકરને આવેદન પાઠવીને પોતાની વેદના રજુ કરી હતી

ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી ૨ અને ડેમી ૩ જળાશયમાં નર્મદા નીરની માંગ સાથે ૨૦ ગામના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે ગુજરાત કિશન સંગઠનની રાહબરી હેઠળ ખેડૂતો પ્રથમ દિવસે ધરણા, બીજા દિવસે સરકારને સદબુદ્ધિ માટે હવન તેમજ ત્રીજા દિવસે ખાલી જળાશયમાં ક્રિકેટ રમીને વિરોધ નોંધાવ્યો હતો

તે ઉપરાંત ચોથા દિવસે જળાશયમાં ખાડા ખોદી પાણી કાઢવાનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો હતો જયારે આજે પાંચમાં દિવસે પણ ખેડૂતોની લડત ચાલુ રહી હતી જેમાં ખેડૂતોએ ટ્રેક્ટર અને પગપાળા રેલી યોજી હતી ગામમાં નીકળેલી રેલીમાં ખેડૂતોએ ભાજપ સરકાર હાયહાયના નારા લગાવ્યા હતા તો ખેડૂત વિરોધી સરકાર ખેડૂતોનો અવાજ સાંભળતી ના હોય જેથી રેલી મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યા ભગવાન શંકરને આવેદન પાઠવ્યું હતું અને ખેડૂતોએ પોતાની વેદના ઈશ્વર સમક્ષ વર્ણવી હતી

સાથે જ ખેડૂતોએ પ્રાર્થના કરી હતી કે સરકારને સદબુદ્ધિ આપે જેથી સરકાર પાણી છોડે અને ખેડૂતોની ઉભી મોલાત બચી જાય તો ખેડૂતોના તેવર આક્રમક જોવા મળ્યા હતા અને પાણી ના મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુંકાર ખેડૂતોએ કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat