



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
આગામી તારીખ 1-8-19 ગુરુવાર અને પુષ્યનક્ષત્ર આવો અદભુત સંજોગ ખૂબ જ ઓછો આવતો હોય છે તેથી આ ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી અને સોરઠીયા લુહાર મોરબી દ્વારા વિનામૂલ્યે જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે..
જેનો સમય સવારે 10 થી 1 અને બપોરે 4 થી 6 નો રહેશે. અને સ્થળ : સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેઇટ વાળી શેરી,
લાતી પ્લોટ, શનાળા રોડ, મોરબી રહેશે.
આયુર્વેદના ગ્રંથોમાં બતાવ્યું છે કે
सुवर्णप्राशन हि एतत मेघाग्निबलवर्धनम ।
आयुष्यं मंगलमं पुण्यं वृषयं ग्रहापहम।।
અર્થાત કે
બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકોની
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે,પાચનતંત્ર મા સુધારો કરે છે,યાદશક્તિ માં વધારો કરે છે, બાળકોનો ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે., બદલાતા વાતાવરણમાં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.
मासात परममेघावी क्याधिभिर्न च धृष्यते ।
षडभिर्मासे: श्रुतधर: सुवर्णप्राशनाद भवेत।।
સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ બાળકોને પીવડાવવાથી બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.અને જો 6 માસ સુધી દરરોજ આ ટીપાં પિવડાવવામાં આવે બાળક શ્રુતધર એટ્લે કે એક વખત સાંભળેલું કે વાંચેલું તેને યાદ રહી જાય છે. તેની યાદશક્તિ વધે છે. તેવું પણ ગ્રંથમાં બતાવવામાં આવ્યુ છે..
આ સુવર્ણપ્રાશનનાં ટીપા આયુર્વેદના પ્રાચિન ગ્રંથમાં બતાવેલી વિધી પ્રમાણે વૈદિક મંત્રોચ્ચારથી 100% શાસ્ત્રીય વિધિથી GMP સર્ટીફાઇડ બનાવેલ છે.તેથી તેની કોઈ આડઅસર થતી નથી. માટે મોરબીના વધુ ને વધુ બાળકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરવામાં આવે છે.
મોરબી ન્યુઝની ટીમ ને ધન્યવાદ પાઠવીએ છીએ કે જેના માધ્યમથી ઘણા બાળકો લાભ લઇ શકે છે.
વધું વિગત માટે સંપર્ક કરો.રાજ પરમાર મો. 97 22 666 44 2



