Billboard ad 1150*250 Billboard ad 1150*250

અમદાવાદથી મોરબી પહોંચી ગયેલી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

સંસ્થાઓના સહયોગથી બાળકીનું પુનઃ મિલન

મહીલા અને બાળ વિભાગ મોરબીના અધિકારી શૈલેષભાઈ અંબારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સખી – વન સ્ટોપ સેંટર દ્વારા અમદાવાદથી મોરબી પહોંચી ગયેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું

અમદાવાદની એક બાળકી ગત તા. ૧૬ ના રોજ મોરબી પહોંચી ગઈ હતી જે સરદાર બાગ પાસે મધર ટેરેસા પાસે સંસ્થા પાસે હોય ત્યારે સુરેશભાઈ ત્રિવેદીને ધ્યાનમાં આવતા સખી વન સ્ટોપ સેન્ટરને જાણ કરી હતી અને બાળકી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ આવીને બાળકીની પૂછપરછ કરી હતી

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ગભરાયેલી બાળકીનું કાઉન્સેલિંગ કરતા તે અમદાવાદની હોવાનું જાણવા મળ્યા બાદ અમદાવાદના વાડજ પોલીસ મથકમાં જાણ કરી હતી અને પીએસઆઈ ચૌધરી મેડમે તેના પરિવારની તપાસ આદરી હતી અને પરિવારના સભ્યો આવતા ડોક્યુમેન્ટની ખરાઈ કરાઈ હતી અને બાદમાં બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat