


મોરબીના મહેન્દ્રનગર ગામની રહેવાસી યુવતી લાપતા બનતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને પિતાએ યુવતી ગુમ થયાની પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા હસમુખભાઈ ડાભીએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ગત તારીખ 17 ના રોજ સાંજના સમયે તેમની દીકરી મીનાક્ષી ડાભી ઉ.વ.20 વાળી ઘરેથી દોરા સહિતના વસ્તુઓ લેવા નીકળી ત્યાર બાદ હજુ સુધી ઘરે પરત નહી ફરતા પરિવારે શોધખોળ આદરી હતી જોકે તેનો પતો નહિ લાગતા પિતાએ યુવતી ગુમ થયાની પોલીસમાં ફરિયાદ કરી છે