Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પાડાપુલ પરથી યુવતીએ ઝંપલાવ્યું, ફાયરની ટીમે શોધખોળ આદરી

મોરબીના પાડા પુલ પરથી આજે બપોરના સુમારે એક યુવતીએ છલાંગ લગાવી હોય જેની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ દોડી ગઈ હતી અને પાડા પુલ નીચેના પાણીમાં ખાબકેલી યુવતીની શોધખોળ ચલાવી રહી છે

જોકે પાડાપુલ પરથી છલાંગ લગાવનાર યુવતી કોણ છે અને શા માટે છલાંગ લગાવવામાં આવી છે તે સ્પષ્ટ બન્યું નથી તો પુલ નીચે પાણીમાં શેવાળનું સામ્રાજ્ય હોય, ફાયરની ટીમને પણ તલાશી અભિયાનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે ફાયરના જવાનો યુવતીની શોધખોળ માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે અને છલાંગ લગાવનાર યુવતીની ઓળખ પણ ત્યારબાદ જ થઇ શકશે જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી યુવતીની કોઈ ભાળ ફાયરની ટીમને મળી નથી

Comments
Loading...
WhatsApp chat