મોરબીના પીપળી ગામેથી યુવતી અને વાંકાનેરમાંથી યુવક ગુમ

મોરબીના નવી પીપળી ગામની રહેવાસી યુવતી ગુમ થઇ છે જયારે વાંકાનેરનો યુવક ગુમ થયો હોય જે મામલે પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવી પીપળી ગામની રહેવાસી યુવતી પુજાબેન ગૌતમભાઈ આંબલીયા (ઉ.વ.૨૩) ગત તા. ૧૧ ના સાંજના ૭ વાગ્યાના સુમારે કોઈને કહ્યા વિના જતી રહી છે જે મામલે માતા અમીતાબેન આંબલીયાએ ગુમ થયાની પોલીસને જાણ કરી છે જયારે વાંકાનેરની સિપાઈ શેરીના રહેવાસી સમીર કુરેશી ગુલાબભાઈ કુરેશી (ઉ.વ.૨૫) નામનો યુવાન તા. ૦૭ ના રોજ ઘરેથી ચાલ્યો ગયો છે અને યુવાનને માતા સાથે ઝઘડો થયો હોય જેથી ઘર છોડી ગયાનું તેના ભાઈ શાહરૂખે પોલીસને જણાવ્યું છે પોલીસે યુવાન ગુમ થયાની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat